પાલવી શબ્દ નો અર્થ..
“પાલવી” શબ્દ વિષે સંક્ષિપ્ત લેખ
“પાલવી” શબ્દનો સંબંધ “પાલ” નામના વેરા સાથે જોડાયેલો માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં ગામડાં અને રાજ્યોમાં વિવિધ પ્રકારના વેરા લેવામાં આવતા, જેમાં “પાલ” એક પ્રકારનો વેરો હતો. આ વેરો સામાન્ય રીતે જમીન, પશુઓ અથવા રક્ષણ અને વ્યવસ્થાપન માટે લેવામાં આવતો.
“પાલવી લેવી”નો અર્થ એ થયો કે કોઈ વ્યક્તિ અથવા સમુદાય પોતાના દમ, શક્તિ અને જવાબદારી પર આ વેરો ઉઘરાવવાનો કાર્ય સંભાળે. એટલે કે, તે વ્યક્તિ પોતાના બળ અને સત્તાથી વેરો વસૂલ કરી રાજ્ય અથવા શાસકને આપતી.
...
સ્રોત: જમીન જાગીરી નો ભોમિયો
Comments
Post a Comment