Posts

Showing posts from February, 2026

સોનગરા ચૌહાણ ના.. જાગીરદાર સાર્દુલજી ચૌહાણ..

Image
તામ્રપત્રોની શોધ અને પૃષ્ઠભૂમિ તારીખ 05/11/2019 ના રોજ સોલંકી જનકસિંહ અને અન્ય મિત્રો (મંગલસિંહ, નિર્મલસિંહ અને લાલભા વાઘેલા) પાટણથી 34 કિમી દૂર રણછોડપુરા (તા. ઉંઝા, જિ. મહેસાણા) ગામે ગયા હતા . આ તામ્રપત્રો રણછોડપુરાના કરશનસિંહ ચૌહાણ અને શિવસિંહ ચૌહાણના ઘરેથી મળ્યા હતા . આ ચૌહાણ પરિવારના રાવજી ઝાલોર (રાજસ્થાન) થી આવે છે . આ ચારેય તામ્રપત્રો એક કડીથી જોડાયેલા છે અને તે ગુજરાતી ભાષામાં લખાયેલા છે . મુખ્ય વ્યક્તિ અને જવાબદારી તામ્રપત્રમાં મુખ્યત્વે ઠાકોર સાદુલજી (સાદુરજી) બાલકાજી નું વર્ણન છે, જેઓ કરશનસિંહ અને શિવસિંહની 7મી પેઢીના પૂર્વજ થાય છે . ઠાકોર સાદુલજી મહારાજા ખંડેરાવજીના સમયના અત્યંત બળવાન યોદ્ધા હતા . તેમને આસપાસના ગામોના રક્ષણની જવાબદારી સોંપવામાં આવી હતી, જેના બદલામાં તેઓ 'વોલગિરાસ' (રક્ષણ પેટે મળતું હક) અને જમીન મેળવતા હતા . સમયગાળો અને વ્યવસ્થા આ લેખમાં સંવત 1791 (ઈ.સ. 1735) થી સંવત 1857 (ઈ.સ. 1801) સુધીના 66 વર્ષોનો ઉલ્લેખ મળે છે . ગામો પાસેથી રકમ ઉઘરાવવાની જવાબદારી 2-3 પાટીદારો અથવા પટેલને સોંપવામાં આવી હતી . તામ્રપત્રોમાં ઉલ્લેખિત ગામો અને વિગતો: તામ્રપત્ર...

મુડેઠા ના રાઠોડ દરબારો અને ચોથબા ચૌહાણ...

Image
ઝાલોર માં કાન્હેડ દેવ ચૌહાણ નું રાજ્ય હતું.. એ વખતે દિલ્હી ના બાદશાહ અલાઉદ્દીન ખિલજી હતો.. ઝાલોર અને દિલ્લી ના વચ્ચે દુશ્મનવટ હતી.. અને એકવાર અલાઉદ્દીન ખિલજી કોઈ કામ માટે કાન્હડદેવ ને દિલ્લી બોલાવે સે પણ કાન્હડદેવ જતા નથી પણ એમના દીકરા વીરમદેવ ચૌહાણ ને મોકલે સે.. આ બાજુ અલ્લાઉદિંન ખિલજી ને ફિરોઝ નામ ની દિકરી હોય સે અને વિરમદેવ ચૌહાણ દિલ્લી જાય સે એટલે એને વિરમદેવ ગમી જાય સે અને પોતાના પિતા અલ્લાઉદિંન ખિલજી ને કહે સે કે હું લગન કરું તો વિરમદેવ સાથે બાકી હું કુંવારી રહીશ.. અલાઉદ્દીન ક્રોધે ભરાય સે કે જાલોર રાજ્ય એ આપનું દુશ્મન સે અને મારી દીકરી ને જાલોર રાજ્ય ના રાજ કુંવર ને આપું?? એ ક્યારેય નહીં બને... પણ પસી ફિરોઝ હઠ પકડે સે અને ફિરોઝ ની માતા ના હોવાથી અલાઉદ્દીન પીગળે સે અને બીજા હોશિયાર સૈનિકો એ પણ કહ્યું કે મહારાજા આ તક જડપી લેવા જેવી સે.. આપણા દુશ્મન ને આપણે સગા બનાવી અને હંમેશા માટે ઝાલોર ને આપણું ગુલામ બનાવીશું. એટલે અલાઉદ્દીન તૈયાર થાય સે.. અને આ બાજુ. વીરમદેવ ચૌહાણ ને કહે સે કે ફિરોઝ સાથે લગ્ન કર.. પણ વિરમદેવ કહે સે હું આ નિર્યણ ના લહી શકું મારા પિતા અને કાકા બેઠા સે એમણે પુસવું...

કામલુ ગઢ (કંબોઇ, કાંકરેજ ) ના રાજમાતા

 જય હો કંબોઈ સોલંકી જાગીરદાર દરબાર સમાજ કાકરેજ ની ધરતી ઉપર કંબોઇ જાગીર માં મહાન વીર પુરુષ બહારવટીયા રૈયત અને જાગીર ને સાચવવા માટે અંગ્રેજો સામે બાથ ભીડનાર દિવણજી અને ઉમોજી  સવંત 1740  ની આસપાસ  પાટણ ઉપર અંગ્રેજો એ થાણા નાખ્યા  એ અરસામાં કંબોઇ જાગીર એટલે કે 42 ગામો હતાં એમાં પાટણ વારામા આડત્રીસ ગામ અને ચાર ગામો કાંકરેજ માં દુદાસણ કંબોઇ અયડુવાડુ  આટલાં ગામો હતાં સુખેથી દિવણજી જાગીર ચાલે છે  એ અરસામાં પાટણ ઉપર અંગ્રેજો આવ્યા  થોડે થોડે જાગીર દાર ઠકરાત ને મીત્ર તા કેળવે અને પુરી માહિતી મેળવવા માટે જાસુસી કરવા માટે અમલદારો ને મોકલે કે આ ઠોકરને કોનાં સાથે વેર વિવાદ છે એમને કઇક હોદ્દા ની લાલચ માં હરાવી ને જાગીર રો ઉપર અંગ્રેજો કબ્જો જમાવવા નુ શરુઆત કરી પાટણ થાણે થી એવાં માં કંબોઇ જાગીર વેરા વસુલાત નો હક પાટણ માં ચોથો ભાગ હતો આ અંગ્રેજો નાં થી સહન નહોતુ થતું એટલે દિવણજી ની ભાઇ બંધી ઇયારે જમાદારે કરી દિવણજી ને પાટણ વારામા વેરા ની વસુલાત માં પણ મદદ કરે  એમ કર્તા કર્તા જે કંબોઇ જાગીર નાં ગામો નાં આગેવાનો નાં સંપર્ક વધી ગયા તો દિવણજી ને મળવા કંબોઇ આવે દિ...

સુણસર ના તલાજી દરબાર

 સુણસર (ચાણસ્મા)... દરબાર તલાજી (બહારવટિયા).. "સમય સામે ઊભો રહ્યો, એ જ તો બહારવટિયો કહેવાય, હુકમો તોડીને જીવ્યો, પણ વચન કદી ન તોડાય. કાયદો કહે ગુનેગાર, ઈતિહાસ કહે વિર, જમીનનો નહીં, ઈમાનનો રાજ કરે —એ જ બહારવટિયો ધીર!"   સાહેબ “! વાંક નથી ગુના નથી, અને આમ વગર વાંકે મારી આ બાપદાદાના વખતથી ચાલી આવતી પળતર જમીન આપ લઈ લેશો તો હું ખાઇશ શું?” “ભાઈ! હું શું કરું? મારે તો સાહેબનો હુકમ સે એટલે નોટિસ કાઢ્યા વિના કંઈ છુટકો છે?”“પણ આપ સાહેબને ને કહો? મારા વતી આપ સાહેબને જરા સમજવો તો જરૂર સાહેબ માને.”“જો ભાઈ! અમે તે સાહેબના હાથ નીચેના નોકર કહેવાઈએ. અમારાથી તે સાહેબને કંઈપણ કહેવાય નહિ. માટે છાનો -માનો તું ચાલ્યો જા. તારી જમીન જરૂર ખાલસા થશે. તું ગમેતેમ કરીશ; પણ તારું વળશે નહિ.”“પણ આપ મને સાહેબ પાસે ન લઇ જાઓ? મારે સાહેબને થોડી વિનંતી કરવી છે. પછી જે સાહેબ માનશે તો ભલે. નહિ તો પછી ઘેર તો જવાનું છે.”તલાટી દયાળુ હતો, તેને તલાજી દરબારની દયા આવી, અને તેથી તે તલાજીને વહીવટદાર સાહેબ પાસે લઈ ગયો.કચેરીથી અજ્ઞાત એવો તલાજી તલાટીની પાછળ પાછળ વહીવટદાર સાહેબની ઓફિસમાં ગયો, અને વહીવટદાર સાહેબને તેણે ઝુકીને ...

પાલવી શબ્દ નો અર્થ..

“પાલવી” શબ્દ વિષે સંક્ષિપ્ત લેખ “પાલવી” શબ્દનો સંબંધ “પાલ” નામના વેરા સાથે જોડાયેલો માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં ગામડાં અને રાજ્યોમાં વિવિધ પ્રકારના વેરા લેવામાં આવતા, જેમાં “પાલ” એક પ્રકારનો વેરો હતો. આ વેરો સામાન્ય રીતે જમીન, પશુઓ અથવા રક્ષણ અને વ્યવસ્થાપન માટે લેવામાં આવતો. “પાલવી લેવી”નો અર્થ એ થયો કે કોઈ વ્યક્તિ અથવા સમુદાય પોતાના દમ, શક્તિ અને જવાબદારી પર આ વેરો ઉઘરાવવાનો કાર્ય સંભાળે. એટલે કે, તે વ્યક્તિ પોતાના બળ અને સત્તાથી વેરો વસૂલ કરી રાજ્ય અથવા શાસકને આપતી. ... સ્રોત: જમીન જાગીરી નો ભોમિયો 

દરબાર રણજીતસિંહ... ગામ ડેર, તા/જી: પાટણ

 દરબાર રણજીતસિંહ.. ગામ: ડેર.. તા/જિ-પાટણ  અભ્યાસ:Bsc,Msc,Bed રસ: ઈતિહાસ વિશે, પાળિયા, ખાભી.... વગરે વગરે