Posts

❤️મારું રૂડું ગામ અટલે ડેર ❤️

..ગુજરાત નું પ્રગતિશીલ મારું ગામ એટલે ડેર ગામ.. “દેશસેવાની ભાવના, યુવાનોની શાન અને ગામનું ગૌરવ એટલે ડેર ગામ.” ડેર ગામ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલું એક મહત્વપૂર્ણ, વિકસતું અને પ્રગતિશીલ ગામ છે. ગામ તેની સામાજિક એકતા, કૃષિ આધારિત જીવનશૈલી, દેશપ્રેમ અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે ઓળખાય છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ગામની આસપાસ વિશાળ કૃષિ જમીનો આવેલી હોવાથી ખેડૂતો વિવિધ પાકોની ખેતી કરે છે તેમજ પશુપાલન દ્વારા પોતાની આજીવિકા મેળવે છે. ગામની મોટાભાગની વસ્તીમાં દરબાર સમાજનો સમાવેશ થાય છે. ઉપરાંત ગામમાં પટેલ, રબારી અને દલિત સમાજના લોકો પણ સૌહાર્દ અને ભાઈચારા સાથે વસવાટ કરે છે. ગામમાં તમામ સમાજના લોકો હળીમળીને રહે છે અને પરસ્પર એકતા જાળવી રાખે છે. “એકતાનું ઉત્તમ ઉદાહરણ એટલે ડેર ગામ.” ગામમાં શિક્ષણની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ છે. ડેર ગામમાં કુલ ત્રણ પ્રાથમિક શાળાઓ આવેલી છે, જેમાં એક કન્યા શાળાનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત ગામમાં એક માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલી છે, જેના કારણે વિદ્યાર્થીઓને ગામમાં જ ઉચ્ચ શિક્ષણ મેળવવાની સુવિધા મળે છે. વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ખ...

રવિશંકર મહારાજ અને સુણસર (ચાણસ્મા) ના બહારવટિયા સોનાજી દરબાર..

Image
લગભગ ઈ.સ. ૧૯૩૫ની સાલ. લોકસેવક શ્રી રવિશંકર મહારાજે મહેસાણા જિલ્લાના સુણસર ગામમાં પ્રવેશ કર્યો. આ ગામમાં મુખ્ય દરબારો ની વસ્તી હતી જ્યાં ઘરે ઘરે બહારવટીયા અને ડાકુ જેવા લોકો હતા.જે  અન્યાય માટે લડવા (જાગીરી જપ્ત થવાથી)ગાયકવાડ સરકારની સામે થયેલા . આજુ બાજુ ગામોના લોકો ને બહુ ડર રહેતો હતો પણ ક્યારેય આ બહારવટિયા  કોઈ ગરીબ ને હેરાન નહોતા કરતા .એમનો માત્ર ગાયકવાડ સરકાર સામે વિરોધ હતો જે ગાયકવાડ સરકારે એમની જાગીરી જપ્તી કરેલી ત્યાંથી એ ગાયકવાડ સરકાર સામે બહારવટિય  એ ચડેલા.આજુબાજુ ના લોકો ગામ ના નામ થી ધરથર કાપતા હતા.  રવિશંકર મહારાજે આ ગામને સુધારવા ત્યાં જ એક્કો જમાવ્યો. ગામના ચોરે બેસી ને લોકો વાતો સાંભળે,  ....        એમ થોડા દિવસમાં લોકો સાથે આત્મીયતા કેળવી. તેત્યાંનો એક ખૂંખાર ‘સોનાજી નામનો બહારવટિયો મચક નહોતો આપતો. તેને પકડવા ગાયકવાડ સરકારે મોટું ઈનામ, કાઢેલું. પણ મચક નોહતો આપતો થી મહારાજને બાતમી મળી કે ગામબહાર વહેતી પુષ્પાવતી નદીનાં કોતરોમાં તે સોનાજી છુપાયો છે એટલે સવારના ૪-૦૦ વાગ્યે તે તો એકલા ઊપડ્યા. અજવાળી રાતે કોઈ માણસને...

કટોસણ સ્ટેટ ઠાકોર સાહેબ શ્રી તખતસિંહ બાપુ ગૌમાતાઓ માટે દર્શાવેલું શોર્ય...

Image
ગૌરક્ષાનો અદ્ભુત પ્રસંગ: કટોસણના રાજકુમાર તખ્તસિંહજીની વીરતા રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા અને ઉત્તર ગુજરાતના કટોસણ સ્ટેટના ઠાકોરના પુત્ર તખ્તસિંહજી એક સવારે પોતાની તલવાર સાથે નીકળ્યા હતા . તે સમયે કેટલાક લોકો ગાયો પાછળ દોડતા હતા અને 'રોકો! રોકો!' એવી બૂમો પાડતા હતા. અજાણતામાં રાજકુમારે પોતાની તલવારથી એ નાસી જતી ગાયોને રોકી અને પાછળ આવતા કસાઈઓને સોંપી દીધી . જ્યારે નાગરિકોએ તેમને ટોણા માર્યા કે, "આ ક્ષત્રિય થઈને ગૌબ્રાહ્મણપ્રતિપાળ કહેવડાવે છે અને નાસી જતી ગાયોને રોકી કસાઈઓને સોંપી!", ત્યારે કુમારને પોતાની ભૂલ સમજાઈ . તેમને પસ્તાવો થયો કે તેમના હાથે અજાણતા જ ગૌહત્યાનું પાપ થશે .  તખ્તસિંહજીએ તરત જ કસાઈઓ પાસે જઈને ગાયોની ગમે તેટલી કિંમત લઈ તેમને છોડી દેવા વિનંતી કરી . તેમણે હજારો રૂપિયા આપવાની ઓફર કરી, પણ કસાઈઓ હઠે ભરાયા હતા અને માન્યા નહીં . અંતે, પોતાની આબરૂ અને ક્ષત્રિય ધર્મ જાળવવા માટે ૧૬-૧૭ વર્ષના આ કુમારે જીવના જોખમે ગાયો બચાવવાનો નિર્ણય કર્યો . તેમણે તલવાર તાણીને કસાઈઓ પર હુમલો કર્યો. એકલા હાથે તેમણે અનેક કસાઈઓને વેતરી નાખ્યા અને ઘાયલ કર્યા . પોતે પણ લોહ...

ભંકોડા (દેત્રોજ) ના ભૂપતસિંહ સોલંકી..

Image
,⚔️ભંકોડાના વીર ભૂપતસિંહ સોલંકીની શૌર્યગાથા⚔️ ભંકોડાના ઠાકોર કાનાજીએ પોતાના ત્રણ પુત્રો વચ્ચે ગરાસની વહેંચણી કરી હતી, જેમાં સૌથી નાના પુત્ર ભૂપતસિંહને ભાગમાં કોઈંટીયુ અને ઘટાસણું ગામો મળ્યા હતા. પિતાના અવસાન બાદ મોટા ભાઈઓએ કપટ કરી તેમનો ગરાસ પડાવી લેવાની પેરવી કરી, પરંતુ એક મિત્રની ચેતવણી મળતા ભૂપતસિંહ રાતોરાત ભંકોડા છોડી પનારના ઠાકોર કુંપાજીને ત્યાં આશરો લેવા ગયા. પનારના કુંપાજીએ ભૂપતસિંહની મદદ માટે બે હજાર ભીલ સૈનિકોની સેના આપી  આ સેના સાથે ભૂપતસિંહે ભંકોડા પર ચડાઈ કરી, વિરોધીઓને હરાવ્યા અને પોતાની ગાદી પાછી મેળવી  તેમની આ વીરતાથી પ્રભાવિત થઈ કુંપાજીએ પોતાની દીકરીના લગ્ન પણ તેમની સાથે કર્યા  કડીના મલ્હારરાવે દગાથી ભૂપતસિંહને કેદ કરવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ મરાઠાઓની છાવણીમાંથી છટકી ગયા અને મલ્હારરાવ સામે 'બહારવટું'ખેડ્યું  તેમણે મરાઠા શાસનને હંફાવ્યું, જેના પરિણામે અંતે મલ્હારરાવે સમાધાન કરી ભૂપતસિંહને માન-સન્માન સાથે તેમનો ગરાસ સોંપ્યો  જ્યારે બ્રિટિશ અને ગાયકવાડી સેનાએ કડી પર આક્રમણ કર્યું, ત્યારે મિત્ર મલ્હારરાવની વહારે ભૂપતસિંહ રણમેદાનમાં ઉતરી પડ્યા  ક...

સોનગરા ચૌહાણ ના.. જાગીરદાર સાર્દુલજી ચૌહાણ..

Image
તામ્રપત્રોની શોધ અને પૃષ્ઠભૂમિ તારીખ 05/11/2019 ના રોજ સોલંકી જનકસિંહ અને અન્ય મિત્રો (મંગલસિંહ, નિર્મલસિંહ અને લાલભા વાઘેલા) પાટણથી 34 કિમી દૂર રણછોડપુરા (તા. ઉંઝા, જિ. મહેસાણા) ગામે ગયા હતા . આ તામ્રપત્રો રણછોડપુરાના કરશનસિંહ ચૌહાણ અને શિવસિંહ ચૌહાણના ઘરેથી મળ્યા હતા . આ ચૌહાણ પરિવારના રાવજી ઝાલોર (રાજસ્થાન) થી આવે છે . આ ચારેય તામ્રપત્રો એક કડીથી જોડાયેલા છે અને તે ગુજરાતી ભાષામાં લખાયેલા છે . મુખ્ય વ્યક્તિ અને જવાબદારી તામ્રપત્રમાં મુખ્યત્વે ઠાકોર સાદુલજી (સાદુરજી) બાલકાજી નું વર્ણન છે, જેઓ કરશનસિંહ અને શિવસિંહની 7મી પેઢીના પૂર્વજ થાય છે . ઠાકોર સાદુલજી મહારાજા ખંડેરાવજીના સમયના અત્યંત બળવાન યોદ્ધા હતા . તેમને આસપાસના ગામોના રક્ષણની જવાબદારી સોંપવામાં આવી હતી, જેના બદલામાં તેઓ 'વોલગિરાસ' (રક્ષણ પેટે મળતું હક) અને જમીન મેળવતા હતા . સમયગાળો અને વ્યવસ્થા આ લેખમાં સંવત 1791 (ઈ.સ. 1735) થી સંવત 1857 (ઈ.સ. 1801) સુધીના 66 વર્ષોનો ઉલ્લેખ મળે છે . ગામો પાસેથી રકમ ઉઘરાવવાની જવાબદારી 2-3 પાટીદારો અથવા પટેલને સોંપવામાં આવી હતી . તામ્રપત્રોમાં ઉલ્લેખિત ગામો અને વિગતો: તામ્રપત્ર...

મુડેઠા ના રાઠોડ દરબારો અને ચોથબા ચૌહાણ...

Image
ઝાલોર માં કાન્હેડ દેવ ચૌહાણ નું રાજ્ય હતું.. એ વખતે દિલ્હી ના બાદશાહ અલાઉદ્દીન ખિલજી હતો.. ઝાલોર અને દિલ્લી ના વચ્ચે દુશ્મનવટ હતી.. અને એકવાર અલાઉદ્દીન ખિલજી કોઈ કામ માટે કાન્હડદેવ ને દિલ્લી બોલાવે સે પણ કાન્હડદેવ જતા નથી પણ એમના દીકરા વીરમદેવ ચૌહાણ ને મોકલે સે.. આ બાજુ અલ્લાઉદિંન ખિલજી ને ફિરોઝ નામ ની દિકરી હોય સે અને વિરમદેવ ચૌહાણ દિલ્લી જાય સે એટલે એને વિરમદેવ ગમી જાય સે અને પોતાના પિતા અલ્લાઉદિંન ખિલજી ને કહે સે કે હું લગન કરું તો વિરમદેવ સાથે બાકી હું કુંવારી રહીશ.. અલાઉદ્દીન ક્રોધે ભરાય સે કે જાલોર રાજ્ય એ આપનું દુશ્મન સે અને મારી દીકરી ને જાલોર રાજ્ય ના રાજ કુંવર ને આપું?? એ ક્યારેય નહીં બને... પણ પસી ફિરોઝ હઠ પકડે સે અને ફિરોઝ ની માતા ના હોવાથી અલાઉદ્દીન પીગળે સે અને બીજા હોશિયાર સૈનિકો એ પણ કહ્યું કે મહારાજા આ તક જડપી લેવા જેવી સે.. આપણા દુશ્મન ને આપણે સગા બનાવી અને હંમેશા માટે ઝાલોર ને આપણું ગુલામ બનાવીશું. એટલે અલાઉદ્દીન તૈયાર થાય સે.. અને આ બાજુ. વીરમદેવ ચૌહાણ ને કહે સે કે ફિરોઝ સાથે લગ્ન કર.. પણ વિરમદેવ કહે સે હું આ નિર્યણ ના લહી શકું મારા પિતા અને કાકા બેઠા સે એમણે પુસવું...

કામલુ ગઢ (કંબોઇ, કાંકરેજ ) ના રાજમાતા

 જય હો કંબોઈ સોલંકી જાગીરદાર દરબાર સમાજ કાકરેજ ની ધરતી ઉપર કંબોઇ જાગીર માં મહાન વીર પુરુષ બહારવટીયા રૈયત અને જાગીર ને સાચવવા માટે અંગ્રેજો સામે બાથ ભીડનાર દિવણજી અને ઉમોજી  સવંત 1740  ની આસપાસ  પાટણ ઉપર અંગ્રેજો એ થાણા નાખ્યા  એ અરસામાં કંબોઇ જાગીર એટલે કે 42 ગામો હતાં એમાં પાટણ વારામા આડત્રીસ ગામ અને ચાર ગામો કાંકરેજ માં દુદાસણ કંબોઇ અયડુવાડુ  આટલાં ગામો હતાં સુખેથી દિવણજી જાગીર ચાલે છે  એ અરસામાં પાટણ ઉપર અંગ્રેજો આવ્યા  થોડે થોડે જાગીર દાર ઠકરાત ને મીત્ર તા કેળવે અને પુરી માહિતી મેળવવા માટે જાસુસી કરવા માટે અમલદારો ને મોકલે કે આ ઠોકરને કોનાં સાથે વેર વિવાદ છે એમને કઇક હોદ્દા ની લાલચ માં હરાવી ને જાગીર રો ઉપર અંગ્રેજો કબ્જો જમાવવા નુ શરુઆત કરી પાટણ થાણે થી એવાં માં કંબોઇ જાગીર વેરા વસુલાત નો હક પાટણ માં ચોથો ભાગ હતો આ અંગ્રેજો નાં થી સહન નહોતુ થતું એટલે દિવણજી ની ભાઇ બંધી ઇયારે જમાદારે કરી દિવણજી ને પાટણ વારામા વેરા ની વસુલાત માં પણ મદદ કરે  એમ કર્તા કર્તા જે કંબોઇ જાગીર નાં ગામો નાં આગેવાનો નાં સંપર્ક વધી ગયા તો દિવણજી ને મળવા કંબોઇ આવે દિ...