મુડેઠા ના રાઠોડ દરબારો અને ચોથબા ચૌહાણ...
ઝાલોર માં કાન્હેડ દેવ ચૌહાણ નું રાજ્ય હતું.. એ વખતે દિલ્હી ના બાદશાહ અલાઉદ્દીન ખિલજી હતો.. ઝાલોર અને દિલ્લી ના વચ્ચે દુશ્મનવટ હતી.. અને એકવાર અલાઉદ્દીન ખિલજી કોઈ કામ માટે કાન્હડદેવ ને દિલ્લી બોલાવે સે પણ કાન્હડદેવ જતા નથી પણ એમના દીકરા વીરમદેવ ચૌહાણ ને મોકલે સે.. આ બાજુ અલ્લાઉદિંન ખિલજી ને ફિરોઝ નામ ની દિકરી હોય સે અને વિરમદેવ ચૌહાણ દિલ્લી જાય સે એટલે એને વિરમદેવ ગમી જાય સે અને પોતાના પિતા અલ્લાઉદિંન ખિલજી ને કહે સે કે હું લગન કરું તો વિરમદેવ સાથે બાકી હું કુંવારી રહીશ.. અલાઉદ્દીન ક્રોધે ભરાય સે કે જાલોર રાજ્ય એ આપનું દુશ્મન સે અને મારી દીકરી ને જાલોર રાજ્ય ના રાજ કુંવર ને આપું?? એ ક્યારેય નહીં બને... પણ પસી ફિરોઝ હઠ પકડે સે અને ફિરોઝ ની માતા ના હોવાથી અલાઉદ્દીન પીગળે સે અને બીજા હોશિયાર સૈનિકો એ પણ કહ્યું કે મહારાજા આ તક જડપી લેવા જેવી સે.. આપણા દુશ્મન ને આપણે સગા બનાવી અને હંમેશા માટે ઝાલોર ને આપણું ગુલામ બનાવીશું. એટલે અલાઉદ્દીન તૈયાર થાય સે.. અને આ બાજુ. વીરમદેવ ચૌહાણ ને કહે સે કે ફિરોઝ સાથે લગ્ન કર.. પણ વિરમદેવ કહે સે હું આ નિર્યણ ના લહી શકું મારા પિતા અને કાકા બેઠા સે એમણે પુસવું પડે.. આમ કહી વિરમ દેવ જાલોર આવે સે. બીજા દિવસે દિલ્હી થી સૈનિકો માંગુ લઈ આવે સે. ત્યારે કાન્હડદેવ કહે સે બેટા વિરમદેવ તારી શું ઇચ્છા છે?? ત્યારે વિરમદેવ ના પાડી દે છે.. અને કહે છે કે,"મામા લાજે ભાટિયા, કુલ લાજે ચૌહાણ, હું પરણું તર્કણી ને તો પક્ષીમેં ઊગે ભાન,".. આ રીતે વિરમદેવ ચૌહાણ ના પાડી દે સે ફિરોજા સાથે લગન કરવાની એટલે આ બાજુ અલાઉદ્દીન ખિલજી ક્રોધે ભરાય સે અને લશ્કર ને આદેશ આપે છે કે જાલોર ઉપર આક્રમણ કરો અને વિરમદેવ ચૌહાણ ને પકડી દિલ્લી લાવો.. પણ ફિરોજા એવું કહે સે એના અંગત અંગરક્ષક ને કે વિરમદેવ ને જીવતો દિલ્લી લેતા આવજો અને જો વીરગતિ પામે તો એનું માથું લેતા આવજો.. આ રીતે જાલોર માં યુદ્ધ મંડાય છે.. અને જાલોર ઉપર છ મહિના સુધી યુદ્ધ ખેલાય સે પણ કિલ્લો તૂટતો નથી પણ જાલોર ના કોઈ દગાખોર એ કિલ્લા ની માટી માં બનેલી દીવાલ ઉપર આક્રમ કરવાનું કહે સે આ રીતે ઝાલોર નો કિલ્લો તૂટે સે અને હવે ચૌહાણ ને યુદ્ધ ના ભણકાર વાગે સે.. એટલે વિરમદેવ ચૌહાણ પોતાની બહેન ચોથબા ને પોતાના કુલગુરુ નાથબાપા ને છોપી ને કહે સે કે તમે આ બેનબા ને લઈ સુરક્ષિત જગ્યા એ જતા રહો અને આ નાથબાપા ચોથબા ને લઈ ગુજરાત ના ડીસા તાલુકા ના પેપળુ ગામે આવી ને એક આશ્રમમાં રહે સે તે વખતે પેપળુ પર વાઘેલા નું રાજ હતું. આ બાજુ જાલોર ઉપર ભયંકર યુદ્ધ થાય સે ઘણા આલુદીન ખિલજી ના સૈનિકો મરાય સે વિરમદેવ ચૌહાણ અને બીજા ચૌહાણ મચક આપતા નથી પણ કોઈ દગાખોર એ પાછળ થી વિરમદેવ પર પ્રહાર કરે સે અને વિરમદેવ ચૌહાણ નું ધડ અલગ થાય સે... આ ધડ લઈ અલાઉદ્દીન નું સૈન્ય દિલ્લી જાય સે.. એવું કહેવાય સે કે આ સમાચાર સાંભળી ફિરોજા શોક માં જતી રહે સે અને વિરમદેવ નું મોઢું જોવા આતુર હોય સે.. જ્યારે વિરમદેવ નું ધડ તેની સામેં રાખવા માં આવે સે ત્યારે ધડ ફરી જાય છે.... આ બાજુ ચોથબા ઉંમર લાયક થાય સે અને એના લગ્ન પેપળુ ના રાજવી દેવુસિંહ વાઘેલા સાથે નક્કી થાય સે . પણ નાથબાપા ને એક ચિંતા થાય સે. આ ચોથબા ને કન્યાદાન કોણ આપે?? ક્ષત્રિયો માં એક રિવાજ સે કે બહેન ને કન્યા દાન પોતાના ભાઈ આપે છે... આવી પરિસ્થિતિ એટલે આલુદીન ખિલજી દુશ્મન ની બહેન ને ભાઈ કોણ થાય .. આ સમાચાર વાયુવેગે. ચારે બાજુ ફેલાય સે અને બાજુ માં મુડેઠા કરીને.. રાઠોડ દરબારો ની એક જાગીર સે એ વખતે આ રાઠોડો આ ચોથબા ના ભાઈ બનવા તૈયાર થાય સે અને આ રાઠોડો બકતર પહેરી ઢાલ, તલવાર અને ઘોડા લઈ બહેન ચોથબા ને કન્યા દાન આપવા જાય સે.. ત્યારથી આજ સુધી આ મૂડેઠા ના રણબંકા રાઠોડો દર વર્ષે ભાઈ બીજ ના દિવસે બહેન નો કોલ નિભાવવા બહેની ચુંદડી લઈ પેપળુ જાય સે બીજા દિવસે મુદેઠા પાસા આવી અશ્વ દોડ યોજાય સે.. હડીલા ગવાય સે અને મેળો ભરાય સે અને લાખો ની સંખ્યા માં ગુજરાત ભરતી લોકો આ મેળા અને ઘોડાઓ ની રેસ જોવા આવે છે..... આ ચોથબા અને નાથબાપા જ્યારે આવ્યા હતા ત્યારે નકળંગ ભગવાનની મૂર્તિ સાથે લાવ્યા હતા જે આજે પણ મુડેઠા માં નકળંગ ભગવાન નું ભવ્ય મંદિર છે......
લેખન: દરબાર રણજીતસિંહ, ડેર
જય હો જાગીરદાર રાજપુત સમાજ ઉત્તર ગુજરાત, આવા તો કેટલાય ગૌરવ પુર્ણ ઇતિહાસ ભૂતકાળ ના સમયમાં દબાયેલા પડ્યા છે જે ને ઉજાગર કરવાની જરૂર છે
ReplyDeleteચોક્કસ બાપુ...
DeleteBahu saras samaj na itihas je aa dharti ma dhabaelo se ane koi pan karan sar bahar lavavo avel nathi . Athava teva pustako bahar print malati nathi teva itihas ne ujagar karva aapapano saru prayant se . Te mate tamaro khubkhub aabhar
Delete