કામલુ ગઢ (કંબોઇ, કાંકરેજ ) ના રાજમાતા

 જય હો કંબોઈ સોલંકી જાગીરદાર દરબાર સમાજ


કાકરેજ ની ધરતી ઉપર કંબોઇ જાગીર માં મહાન વીર પુરુષ બહારવટીયા રૈયત અને જાગીર ને સાચવવા માટે અંગ્રેજો સામે બાથ ભીડનાર દિવણજી અને ઉમોજી 


સવંત 1740  ની આસપાસ  પાટણ ઉપર અંગ્રેજો એ થાણા નાખ્યા 

એ અરસામાં કંબોઇ જાગીર એટલે કે 42 ગામો હતાં એમાં પાટણ વારામા આડત્રીસ ગામ અને ચાર ગામો કાંકરેજ માં દુદાસણ કંબોઇ અયડુવાડુ  આટલાં ગામો હતાં સુખેથી દિવણજી જાગીર ચાલે છે  એ અરસામાં પાટણ ઉપર અંગ્રેજો આવ્યા  થોડે થોડે જાગીર દાર ઠકરાત ને મીત્ર તા કેળવે અને પુરી માહિતી મેળવવા માટે જાસુસી કરવા માટે અમલદારો ને મોકલે કે આ ઠોકરને કોનાં સાથે વેર વિવાદ છે એમને કઇક હોદ્દા ની લાલચ માં હરાવી ને જાગીર રો ઉપર અંગ્રેજો કબ્જો જમાવવા નુ શરુઆત કરી પાટણ થાણે થી એવાં માં કંબોઇ જાગીર વેરા વસુલાત નો હક પાટણ માં ચોથો ભાગ હતો આ અંગ્રેજો નાં થી સહન નહોતુ થતું એટલે દિવણજી ની ભાઇ બંધી ઇયારે જમાદારે કરી દિવણજી ને પાટણ વારામા વેરા ની વસુલાત માં પણ મદદ કરે  એમ કર્તા કર્તા જે કંબોઇ જાગીર નાં ગામો નાં આગેવાનો નાં સંપર્ક વધી ગયા તો દિવણજી ને મળવા કંબોઇ આવે દિવણજી ને પાટણ તેડાવે સારી એવી આગતા સ્વાગતા કરે એમ કર્તા એક દિવસ ઇયારા એ વાત કરી કે દિવણજી તારી જાગીર અમને સવેચછા એ આપે તો અમો પાટણ થાનેદાર નો હોદ્દો આપીએએ સમયે દિવણજી બોલ્યા કે ખુટલ ઇયારા તે મારાં થી દગો કર્યો પણ જોજે આ દિવણજી નાં માં પ્રાણ હશે ને ત્યા સુધી જાગીર તો શુ પણ અંગ્રેજો ને નમીશ નહી અને હવે જોઇ લેજે શુ થાય છે 

એ સમયે દિવણજી પાટણ થી દિવણજી નીકળીને પોતાની  જાગીર નાં ગામ સુજનીપુર આવ્યા ત્યા એમનાં લોકો એ આવકાર આપ્યો નહી ત્યા થી  ઘોડી હંકારીને કાંસા આવ્યા ત્યા પણ લોકો એ આવકાર ન આપ્યો ત્યા થી કંબોઇ આવી ને જાગીર નો વહીવટી કર્તા વહીવટ દારો ને  બોલાવી ને તમામ સલાહ આપી કે આજ આપણાં લોક અંગ્રેજો ના થય ગયાં છે આપણાં રહ્યા નથી  તમે જે લોક આપડો ને માને એમને સાચવજો અને મારો ગુપ્ત ચર આવે તો ખોરાક દારૂ ગોળા મોકલાવજો હુ હવે અંગ્રેજો સામે બારવટે ચડુશુ  અંગ્રેજો ને હંમફાવીને બાર વર્ષ પુરાં કરી ને જ આવીશ પણ જાગીર નો કબ્જો તો નહીં જ આપુ એમ કરી ને દિવણજી ઘોડી પલણ મંડાયા અને કંબોઇ થી બળેવ નાં દિવસે નિકળ્યા સુજનીપુર માં બળેવ નો મેળો હતો ત્યા પટેલ નું માથું લીધુ અને કાંસા નાં મેળા માં પટેલ નુ માથું લીધુ અને નીકળી ગયાં ભડથ બનાસ નદી નાં બેટમાં રાતે રોકાણ કર્યુ સવારે દિવણજી નાં ગુપ્ત ચરો ફરતાં જ હતાં ભડથ નાં માણશો એ પાટણ ઇયારા જમાદાર ને સમાચાર આપ્યા કે દિવણજી કંબોયો નદી નાં પટમાં રોકાયો છે  આવી વાત દિવણજી નાં ગુપ્ત ચરો ને મળી કે રાતે પાટણ થી ફોજ દિવણજી ને પકડવા માટે આવશે ત્યારે ગુપ્ત ચરો એ દિવણજી સમાચાર આપ્યા કે આજે રાતે ઇયારો જમાદાર તમને પકડવા ફોજ મોકલવા નો છે અહીં થી સારી જગ્યા ઉપર પોકી જાવ દિવણજી વિચાર કર્યો કે જેસોર નાં ડુગરે જાવું તો સારી ગુફાઓ છે ત્યા આજુબાજુ માં ચૌહાણ ડાભી યો નાં ગામો છે અને સાથ પણ મળ છે  ત્યા થી ઘોડી હંકારીને ઉમોજી પાસળ આવ્યો કે બાપા હુ પણ તમારી સાથે ઉમોજી બહુજ કોડા બળિયો હતો  બે બળીયા સાથે નીકળ્યા અને રાતે જેશોર નાં પર્વત ઉપર રોકાણ કર્યુ  રાત્રે અંગ્રેજો ની ફોજ ભડથ નદી નાં પટ ને ધમરોળી નાખ્યુ પણ દિવણજી મળ્યા નહી ફોજ ફાંફા મારી ને કરવાના થઇ એ સમયે દિવણજી અને ઉમોજી  ધોનધાર પ્રદેશ નાં ગામ ભાંગે છે અને આજુબાજુ નાં ચૌહાણો અને ડાભી યો ની ટુકડી બનાઇ અને પાટણ અને પાલનપુર નવાબ ની હુઘ હરામ કરી નાંખી છે હવે પાટણ ઇયારો પણ કોય પણ ભોગે પકડવા માટે ઇનામ ની જાહેરાત કરી છે અને પાલનપુર નવાબ પણ ઇનામ ની જાહેરાત કરી છે કે કોય પણ રીતે દિવણજી અને ઉમાજી ને પકડીને કચેરી એ હાજર કરો દિવણજી ને પકડવા ની કોઈનામાં હીંમત નતી એટલે પાટણ અને પાલનપુર નવાબે ફોજો તૈયાર કરી ને જેશોર નાં પર્વત ઉપર દિવણજી અને ઉમોજી  રોકાણ કર્યુ છે બન્ને ફોજો તૈયાર કરી ને જેશોર નાં પર્વત ઉપર આવી તો ફોજ નિચે હતી દિવણજી અને ઉમોજી  ઉપર ગુફાઓ માં એમની ટુકડી સાથે હતાં સામ સામી દારૂ ગોળા ને રમઝટ બોલાવી પણ દિવણજી ની ટુકડી ને એક પણ ગોળી વાગી નહીં  બે દિવસ ફોજ રોકાઇ પણ દિવણજી ને કોય રીતે પકડી સ્કાય તેમ નહતો ત્રીજા દિવસે ફોજો રવાના થઇ ગઇ  હવે પાટણ અંગ્રેજો એ અને પાલનપુર નવાબે દિવણજી અને ઉમાજી ને પકડવા માટે ખુબજ મુશ્કેલી ઓ વેઠી ફોજ મોટી ખુમારી થઇ પણ દિવણજી પકડા તો નથી દિવસ ઉગે એટલે દિવણજી નાં ગુપ્ત ચરો માહીતી આપે કે અંગ્રેજો ની અને પાલનપુર નવાબ ની ફોજ આ દિશામાં છે એટલે દિવણજી ની ટુકડી ગમેતે ગામ ભાંગે  સવારે નવાબ ની કચેરી લોક રાડ ફરિયાદ કરે  પણ હવે તો દિવણજી થી નવાબ થાકી ગયો છે અંગ્રેજો પણ થાકી ગયા  પાટણ અફસર ઇયારા એ કર્નલ સાથે બેઠક કરી ને કીધુ કે આપણી અને પાલનપુર નવાબ ની ફોજ થી દિવણજી અને ઉમાજી ને આપણ પોચી સક તેમ નથી તો  મહેરબાન આપ સંધી સંધી કર લો પાલનપુર નવાબ તો સંધી કર લે છે  એ સમયે અંગ્રેજ કર્નલ દિવણજી પાશે સંધી કરવાં માણસો ને મુક્યા દિવણજી શાથે નવાબ નાં માણશો અને પાટણ નાં સાસન કર્તા અંગ્રેજો સામે વાટાઘાટો થઇ દિવણજી કીધું કે મારી કંબોઇ ની જાગીર નો અગિયાર વર્ષ નો વેરો મને આપો અને તાંબા પત્રક ઉપર લેખ કરો મારી જાગીર માં આજથી કોય દિવસ હકકરવાં હીંમત નહીં કરુ એ સમયે અંગ્રેજો એ દિવણજી અને ઉમાજી  લેખ લખી આપ્યા અની દિવણજી ઉમાજી નુ બારવટુ સોના તલવારે પુરું થયું  અને દિવણજી અને ઉમાજી ને નિવરુત જાહેર કર્યા તે સમયે દિવણજી અને ઉમોજી  કંબોઇ આવીને પોતાની ની જાગીર સંભાળી  અને સારો હેવો વહીવટ ચલાયો લોક સુખી થયાં  👏👏

Comments

Popular posts from this blog

મુડેઠા ના રાઠોડ દરબારો અને ચોથબા ચૌહાણ...

સોનગરા ચૌહાણ ના.. જાગીરદાર સાર્દુલજી ચૌહાણ..