ભંકોડા (દેત્રોજ) ના ભૂપતસિંહ સોલંકી..

,⚔️ભંકોડાના વીર ભૂપતસિંહ સોલંકીની શૌર્યગાથા⚔️

ભંકોડાના ઠાકોર કાનાજીએ પોતાના ત્રણ પુત્રો વચ્ચે ગરાસની વહેંચણી કરી હતી, જેમાં સૌથી નાના પુત્ર ભૂપતસિંહને ભાગમાં કોઈંટીયુ અને ઘટાસણું ગામો મળ્યા હતા. પિતાના અવસાન બાદ મોટા ભાઈઓએ કપટ કરી તેમનો ગરાસ પડાવી લેવાની પેરવી કરી, પરંતુ એક મિત્રની ચેતવણી મળતા ભૂપતસિંહ રાતોરાત ભંકોડા છોડી પનારના ઠાકોર કુંપાજીને ત્યાં આશરો લેવા ગયા.
પનારના કુંપાજીએ ભૂપતસિંહની મદદ માટે બે હજાર ભીલ સૈનિકોની સેના આપી  આ સેના સાથે ભૂપતસિંહે ભંકોડા પર ચડાઈ કરી, વિરોધીઓને હરાવ્યા અને પોતાની ગાદી પાછી મેળવી  તેમની આ વીરતાથી પ્રભાવિત થઈ કુંપાજીએ પોતાની દીકરીના લગ્ન પણ તેમની સાથે કર્યા 
કડીના મલ્હારરાવે દગાથી ભૂપતસિંહને કેદ કરવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ મરાઠાઓની છાવણીમાંથી છટકી ગયા અને મલ્હારરાવ સામે 'બહારવટું'ખેડ્યું  તેમણે મરાઠા શાસનને હંફાવ્યું, જેના પરિણામે અંતે મલ્હારરાવે સમાધાન કરી ભૂપતસિંહને માન-સન્માન સાથે તેમનો ગરાસ સોંપ્યો 
જ્યારે બ્રિટિશ અને ગાયકવાડી સેનાએ કડી પર આક્રમણ કર્યું, ત્યારે મિત્ર મલ્હારરાવની વહારે ભૂપતસિંહ રણમેદાનમાં ઉતરી પડ્યા  કડીના કિલ્લા પાસેના ભીષણ યુદ્ધમાં એક અંગ્રેજ અમલદારે તેમના પર બેયોનેટથી હુમલો કર્યો 
મૃત્યુની છેલ્લી ક્ષણોમાં પણ આ વીર યોદ્ધાએ ગર્જના કરી "તું પણ મારી સાથે ચાલ"       અને પોતાની તલવાર ફેંકી અંગ્રેજ અમલદારને ઠાર કરી પોતે **વીરગતિ** પામ્યા તેમની આ બહાદુરીના સ્મરણો આજે પણ કડીના કિલ્લાના ખંડેરોમાં જીવંત છે

સ્રોત: રણબંકા 

લેખન: દરબાર રણજીતસિંહ, ડેર 

Comments

Popular posts from this blog

મુડેઠા ના રાઠોડ દરબારો અને ચોથબા ચૌહાણ...

સોનગરા ચૌહાણ ના.. જાગીરદાર સાર્દુલજી ચૌહાણ..