કટોસણ સ્ટેટ ઠાકોર સાહેબ શ્રી તખતસિંહ બાપુ ગૌમાતાઓ માટે દર્શાવેલું શોર્ય...



ગૌરક્ષાનો અદ્ભુત પ્રસંગ: કટોસણના રાજકુમાર તખ્તસિંહજીની વીરતા

રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા અને ઉત્તર ગુજરાતના કટોસણ સ્ટેટના ઠાકોરના પુત્ર તખ્તસિંહજી એક સવારે પોતાની તલવાર સાથે નીકળ્યા હતા . તે સમયે કેટલાક લોકો ગાયો પાછળ દોડતા હતા અને 'રોકો! રોકો!' એવી બૂમો પાડતા હતા. અજાણતામાં રાજકુમારે પોતાની તલવારથી એ નાસી જતી ગાયોને રોકી અને પાછળ આવતા કસાઈઓને સોંપી દીધી .
જ્યારે નાગરિકોએ તેમને ટોણા માર્યા કે, "આ ક્ષત્રિય થઈને ગૌબ્રાહ્મણપ્રતિપાળ કહેવડાવે છે અને નાસી જતી ગાયોને રોકી કસાઈઓને સોંપી!", ત્યારે કુમારને પોતાની ભૂલ સમજાઈ . તેમને પસ્તાવો થયો કે તેમના હાથે અજાણતા જ ગૌહત્યાનું પાપ થશે . 

તખ્તસિંહજીએ તરત જ કસાઈઓ પાસે જઈને ગાયોની ગમે તેટલી કિંમત લઈ તેમને છોડી દેવા વિનંતી કરી . તેમણે હજારો રૂપિયા આપવાની ઓફર કરી, પણ કસાઈઓ હઠે ભરાયા હતા અને માન્યા નહીં . અંતે, પોતાની આબરૂ અને ક્ષત્રિય ધર્મ જાળવવા માટે ૧૬-૧૭ વર્ષના આ કુમારે જીવના જોખમે ગાયો બચાવવાનો નિર્ણય કર્યો .

તેમણે તલવાર તાણીને કસાઈઓ પર હુમલો કર્યો. એકલા હાથે તેમણે અનેક કસાઈઓને વેતરી નાખ્યા અને ઘાયલ કર્યા . પોતે પણ લોહીલુહાણ થયા હોવા છતાં, ગાયોને બચાવવા માટે તેઓ કાળ બનીને તૂટી પડ્યા અંતે કસાઈઓ ગાયો મૂકીને નાસી છૂટ્યા અને રાજકુમાર તમામ ગાયોને વાળીને રાજકોટના મહાજનની ઓફિસ આગળ લાવીને મુક્ત કરી 
જ્યારે આ વાતની ખબર કટોસણના ઠાકોર સાહેબને પડી, ત્યારે તેમણે હરખાઈને સાકર વહેંચી અને દીકરાને શાબાશી આપતા કહ્યું, **"બેટા! તેં તો આપણી સાત પેઢીઓ ઉજાળી દીધી!"

#ગૌરક્ષા #ક્ષત્રિયવટ #તખ્તસિંહજી #ઇતિહાસ #ગુજરાત #વીરતા

સ્ત્રોત: ગુજરાતની લોકકથાઓ 
લેખક: ડાયાલાલ ભટ્ટ

Comments

Popular posts from this blog

મુડેઠા ના રાઠોડ દરબારો અને ચોથબા ચૌહાણ...

સોનગરા ચૌહાણ ના.. જાગીરદાર સાર્દુલજી ચૌહાણ..