રવિશંકર મહારાજ અને સુણસર (ચાણસ્મા) ના બહારવટિયા સોનાજી દરબાર..

લગભગ ઈ.સ. ૧૯૩૫ની સાલ. લોકસેવક શ્રી રવિશંકર મહારાજે મહેસાણા જિલ્લાના સુણસર ગામમાં પ્રવેશ કર્યો. આ ગામમાં મુખ્ય દરબારો ની વસ્તી હતી જ્યાં ઘરે ઘરે બહારવટીયા અને ડાકુ જેવા લોકો હતા.જે  અન્યાય માટે લડવા (જાગીરી જપ્ત થવાથી)ગાયકવાડ સરકારની સામે થયેલા . આજુ બાજુ ગામોના લોકો ને બહુ ડર રહેતો હતો પણ ક્યારેય આ બહારવટિયા  કોઈ ગરીબ ને હેરાન નહોતા કરતા .એમનો માત્ર ગાયકવાડ સરકાર સામે વિરોધ હતો જે ગાયકવાડ સરકારે એમની જાગીરી જપ્તી કરેલી ત્યાંથી એ ગાયકવાડ સરકાર સામે બહારવટિય  એ ચડેલા.આજુબાજુ ના લોકો ગામ ના નામ થી ધરથર કાપતા હતા.

 રવિશંકર મહારાજે આ ગામને સુધારવા ત્યાં જ એક્કો જમાવ્યો. ગામના ચોરે બેસી ને લોકો વાતો સાંભળે,  ....       એમ થોડા દિવસમાં લોકો સાથે આત્મીયતા કેળવી. તેત્યાંનો એક ખૂંખાર ‘સોનાજી નામનો બહારવટિયો મચક નહોતો આપતો. તેને પકડવા ગાયકવાડ સરકારે મોટું ઈનામ, કાઢેલું. પણ મચક નોહતો આપતો થી મહારાજને બાતમી મળી કે ગામબહાર વહેતી પુષ્પાવતી નદીનાં કોતરોમાં તે સોનાજી છુપાયો છે એટલે સવારના ૪-૦૦ વાગ્યે તે તો એકલા ઊપડ્યા.

અજવાળી રાતે કોઈ માણસને દૂરથી આવતો જોઈ તેણે પોતાના સાથી રઘાને કહ્યું : 'અલ્યા પાછો કોણ આ મરવા માટે આમ હીંડયો આવે છે ?' 'બાપુ ! ઈ તો પેલા ગાંધીજીવાળા માહરાજ આવતા લાગે છે. રધો બોલ્યો. 'તે શું મારી ભાળ સરકારમાં આપી 6ને ઈનામ મેળવવું છે? આવવા દો એટલે ભોંયભેગો કરી દઉં. સોનાજી બોલ્યો.

મહારાજનો રસ્તો રોકી સૌ બહારવટિયા સાબદા થઈ ગયા. મહારાજ કહે : બાપૂ સોનાજી ! આ નાની નાની ધાડ પાડયા કરતાં કોઈ મોટી ધાડ 
પાડવી જોઈએ ? પેલા અંગરેજને ગાંધીજી પણ એના સામે બહારવટે ચડ્યા તેમ

'હા...મીંય સાંભળ્યું છે કે ગાંધીજી ઈના સામે પડ્યા છે. સોનાજી બોલ્યો. અને મહારાજે પોતાની વાતોમાં સૌને રસ લેતા કરી દીધા.

આ બનાવ પછી બે-ત્રણ દિવસે એક ધાડ પાડવાની વેતરણમાં તેના સાથીઓ પડ્યા હતા. સોનાજી તો સૂનમૂન એક બાજુ બેઠેલો. પારકો મલક પચાવી પાડેલા પેલા ગોરાને જ લૂંટવા જેવા છે. ગાંધીજીની વાત સાચી છે, આ તો આપણા જ લોકોને લૂંટીને શું કરવાનું… અને સોનાજી વિચારે ચડી गयो

‘ચાલો સોનાજી, નિશાન પર ત્રાટકવાની બધી તૈયારિયું થઈ ગઈ છે.' સાથીદારએ સોનજી એ બોલાવ્યો.

"આજથી મારો ને તમારો મારગ જુદો.* સોનાજી બોલ્યા. એણે પોતાના હથિયાર હેઠાં મૂકી દીધાં. એનો આત્મા જાગી ઊઠયો હતો. પછી તો સોનાજી જીવન પર્વતન થી મહારાજને શરણે આવી ગયો. ગામના સૌ લોકોના આનંદનો પાર નહોતો. ગાયકવાડ સરકાર પણ હવે ખુશ હતી.

 આ જ સોનાજી બહારવટી એ વિનોબાજીને ભૂદાનમાં શક્તિ પ્રમાણે જમીન આપી હતી.

એક માણસની અડગ નિષ્ઠા અને સૌનું કલ્યાણ કરવાની ભાવનાથી આખું ગામ પલટાઈ ગયું.
(રવિશંકર મહારાજ ની આત્મકથાઓ પુસ્તક)

Comments

Popular posts from this blog

મુડેઠા ના રાઠોડ દરબારો અને ચોથબા ચૌહાણ...

સોનગરા ચૌહાણ ના.. જાગીરદાર સાર્દુલજી ચૌહાણ..